પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માહિતી

૧

પ્રસૂતિ સહાય યોજના (પ્રસૂતિ પહેલા)

સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય અને સામાજિક સ્થિરતા

નાણાકીય સહાય યોજના

યોજનાનો હેતુ

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે.

પાત્રતા

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક તથા બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય.

સહાયની રકમ

નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક માટે

₹ ૩૭,૫૦૦/-

નોંધાયેલ શ્રમિકની પત્ની માટે

₹ ૬,૦૦૦/-

ફરજીયાત બિડાણ (જરૂરી ડોક્યુમેન્ટ્સ)

બાંધકામ શ્રમિકનું ઈ-નિર્માણ કાર્ડ નકલ
સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર / મમતા કાર્ડની નકલ (મહિલા શ્રમિક માટે)
જન્મના પ્રમાણપત્રની નકલ
લાભાર્થીનું આધારકાર્ડની નકલ
બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ
રેશનકાર્ડની નકલ
નમુના મુજબનું સોગંદનામું બનાવા (અહીં ક્લિક કરો)

શરતો

  • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) થી ખાતામાં સીધી સહાય.
  • કસુવાવડના કિસ્સામાં પણ નિયમાનુસાર લાભ મળવાપાત્ર.

સમયગાળો

ગર્ભ રહ્યાની તારીખથી ૦૬ (છ) માસ સુધીમાં અરજી કરવી ફરજિયાત છે.

લાભ મેળવવાની જગ્યા

ઓનલાઈન સન્માન પોર્ટલ (Sanman Portal) તથા વધુ માહિતી માટે જીલ્લા કચેરીનો સંપર્ક કરવો.

વિસ્તૃત નિયમો

પ્રસૂતિ પહેલાની સહાય: નોંધાયેલ મહિલા શ્રમિક માટે રૂ. ૧૭,૫૦૦/- માટે ૬ઠ્ઠા માસમાં અરજી કરવાની રહેશે. મમતા કાર્ડ/ડોક્ટર પ્રમાણપત્રમાં જણાવેલ સંભવિત તારીખથી ગણતરી કરતાં ૦૬ માસ પૂર્ણ થાય તે પહેલા અરજી ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.

પ્રસૂતિ પછીની સહાય: પ્રસૂતિ બાદ નોંધાયેલ મહિલા શ્રમિક માટે રૂ. ૨૦,૦૦૦/- તથા બાંધકામ શ્રમિકની પત્નીના કિસ્સામાં રૂ. ૬,૦૦૦/- ની આર્થિક સહાય મળશે. આ માટે પ્રસૂતિ થયા પછી ૧૨ (બાર) માસની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

અરજી પ્રક્રિયા અને કાર્યપદ્ધતિ

1

ભૌતિક ફોર્મ સબમિટ (જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન સબમિશન)

2

જિલ્લા નિરીક્ષકશ્રી દ્વારા ચકાસણી અને મંજૂરી

3

વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને સબમિશન

4

સરકારી શ્રમ અધિકારી તથા સભ્ય સચિવશ્રી દ્વારા આખરી મંજૂરી

5

DBT દ્વારા સીધા શ્રમિકના બેંક ખાતામાં ચૂકવણી

૨

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના

દીકરી વધાવો, દીકરી ભણાવો - કન્યા કેળવણી અને ભવિષ્ય સુરક્ષા

બોન્ડ સહાય યોજના

યોજનાનો હેતુ

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના "દીકરી વધાવો દીકરી ભણાવો” ના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોંચી વળવા માટેના હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે.

પાત્રતા

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • દીકરીના જન્મના કિસ્સામાં બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે. (ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો).
સહાયની રકમ

રૂ. ૨૫,૦૦૦/- નો ફિક્સ બોન્ડ

બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે રૂ. ૨૫,૦૦૦/- નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જે રકમ દીકરી દ્વારા ૧૮ વર્ષની વય પૂરી થતાં વ્યાજ સાથે ઉપાડી શકાય છે.

રજુ કરવાના થતા આધાર – પુરાવાઓ

1 બાંધકામ શ્રમિકના ઓળખકાર્ડની નકલ
2 ફોટા સાથે જન્મના પ્રમાણપત્રની નકલ
3 લાભાર્થીનું આધારકાર્ડની નકલ
4 બોન્ડ મેળવવા માટે બેંકનું નિયત ફોર્મ
5 બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ
6 રેશનકાર્ડની નકલ
7 નમુના મુજબનું સોગંદનામું (અહીં ક્લિક કરો)

મુખ્ય નિયમો

  • દીકરીના જન્મ થી ૧૨ માસની અંદર નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડનો લાભ આપવામાં આવે છે.

કાર્યપદ્ધતિ

1

ભૌતિક ફોર્મ સબમિટ (જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન એન્ટ્રી)

2

જિલ્લા નિરીક્ષક દ્વારા અરજીની મંજૂરી

3

રાજ્ય પ્રોજેક્ટ મેનેજર (વડી કચેરી)ને મોકલવું

4

સરકારી શ્રમ અધિકારી તથા સભ્ય સચિવશ્રી દ્વારા મંજૂરી

5

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથોહાથ આપવું

⚠️ કાનૂની અસ્વીકરણ / Disclaimer

૧. બિન-સરકારી પોર્ટલ: આ વેબસાઇટ કોઈ પણ સરકારી વિભાગ, સત્તામંડળ, બોર્ડ (જેમ કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ) કે સરકારી કચેરી સાથે સીધી કે પરોક્ષ રીતે જોડાયેલી નથી.

૨. માહિતીનો હેતુ: અહીં દર્શાવેલી તમામ વિગતો, યોજનાઓના નિયમો, સહાયની રકમ અને દસ્તાવેજોની યાદી માત્ર સામાન્ય જનજાગૃતિ અને માર્ગદર્શનના હેતુથી આપવામાં આવી છે.

૩. નિયમો અને રકમમાં સુધારો: સરકારી નિયમો, ઠરાવો, પાત્રતાના માપદંડ અને સહાયની રકમમાં સમયાંતરે સરકારશ્રી અથવા સંબંધિત બોર્ડ દ્વારા ફેરફાર થઈ શકે છે. તેથી કોઈ પણ કાનૂની કે વહીવટી કાર્યવાહી કરતા પહેલાં સત્તાવાર પોર્ટલ (જેમ કે સન્માન પોર્ટલ (Sanman Portal)) અથવા સ્થાનિક સંબંધિત કચેરી (શ્રમ અધિકારીની કચેરી) પરથી માહિતીની ખરાઈ કરી લેવી.

૪. અરજી અને નાણાકીય લાભ: આ વેબસાઇટ પર કોઈ સત્તાવાર સરકારી અરજીઓ સ્વીકારવામાં કે મંજૂર કરવામાં આવતી નથી. યોજના મંજૂર કરવાનો કે DBT દ્વારા નાણાકીય સહાય ચૂકવવાનો સંપૂર્ણ અધિકાર સંબંધિત સરકારી વિભાગનો છે.

૫. ફી અંગે સ્પષ્ટતા: આ વેબસાઇટ કોઈપણ યોજનાનો લાભ અપાવવાના બહાને નાણાં કે કમિશનની માંગણી કરતી નથી. કોઈપણ અનધિકૃત એજન્ટ કે વ્યક્તિને નાણાં આપવા નહીં.

૬. જવાબદારી મુક્તિ (Limitation of Liability): આ વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતીના આધારે કરવામાં આવેલી કોઈપણ કાર્યવાહી, નિર્ણય, વિલંબ કે આર્થિક નુકસાન માટે આ વેબસાઇટ કે તેના સંચાલક કોઈપણ રીતે કાયદેસર જવાબદાર રહેશે નહીં.

પેજ પર આપવામાં આવેલી બાહ્ય લિંક્સ માત્ર મુલાકાતીઓની સરળતા માટે છે; ત્રીજા પક્ષની વેબસાઇટની સામગ્રી માટે અમે જવાબદાર નથી.